કાજળભર્યાં નયનનાં - અમૃત ‘ઘાયલ’
July 16, 2006
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
- અમૃત ‘ઘાયલ’ , અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ (30-09-1915 : 25-12-2002)
Entry Filed under: ગઝલ. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
જયશ્રી | July 16, 2006 at 2:31 pm
I have heard this in Manhar Udhas’s collection. But that have only 3-4 paragraphs.. Thanks for providing full Gazal.
Its one of my favourite one..!!
2.
સુરેશ જાની | July 16, 2006 at 8:19 pm
‘ઘાયલ’ ની બધી ગઝલો વાંચવી હોય તો ;આઠોં જામ ખુમારી વાંચવા ભલામણ છે.
મારી પાસે આ પુસ્તક છે. એટલે જો કોઇને તેમની કોઇ ગઝલ આખી વાંચવી હોય તો મને જણાવે, હું સ્કેન કરીને મોકલી આપીશ.
3.
bhumika patel | January 23, 2007 at 9:13 pm
i want more gazals. thank you very much