ચાહવું એટલે - દુર્ગેશ ઉપાધ્યાય. ( 25-07-1954 )

July 25, 2006

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત -
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી -
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
- તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!

Entry Filed under: કવિતા. .

4 Comments Add your own

  • 1. Suresh Jani  |  July 25, 2006 at 6:55 pm

    - તને હું પૂછી શકું…
    કે તને ચાહવું એટલે ?!
    Vary subtle and thought provoking.
    ‘Hovapanu’ - Existance has been touched upon well , recently by Vivek in his gazals.
    But love has never been described in such a subtle way anywhere. As biologists say. ‘There is a chemistry of Love.’
    But in the consciousness context- what is love? A very big question.

  • 2. Urmi Saagar  |  July 26, 2006 at 2:48 am

    સાચે જ પ્રેમ વિશે ગમે એટલા કાવ્યો, ગીતો, ગઝલો કે વાર્તાઓ લખાય પરંતુ એને પૂરેપુરો વર્ણવી શકવા માટે કોઇ સમર્થ જ નથી…. હા, એની ઝાંખી જરૂર થાય છે અને એટલે જ કદાચ પ્રેમને વર્ણવી શકવાના પ્રયત્નો થતાં જ રહે છે…

    આભાર અમિત… સુંદર કવિતા છે!

  • 3. Neela  |  July 26, 2006 at 6:52 am

    અમિત,
    ખૂબ જ સુંદર કવિતાઓનો કાફલો છે તમારી પાસે.
    લ્હાણી કરતા રહેજો.

    નીલા

  • 4. Neha  |  August 4, 2006 at 8:18 am

    Nice to see your blog for first time, have good collection.
    N thanks for putting mine blog link

    Regarding this poem……..
    U ‘ll not belive but more than 20 -30 times i read this peom still feel unsatisfaction….its too good..

    Dont have words….Just Awsome..touches the core

    Thanks

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

July 2006
M T W T F S S
    Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta