કવિ છગન શાકમારકિટમાં – અનિલ જોશી. ( 28-07-1940 )

July 27, 2006

એક સવારે થેલી લઇને છગનો નીકળ્યો બહાર રે …
પંદર કિલો સૂરણ લીધું, આઠ કિલો જુવાર રે …

મારકિટેથી પાછા વળતાં ચંપલપટ્ટી તૂટે રે …
મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …

દસે દિશાથી હૉર્ન વાગતાં વાહન સઘળાં થંભે રે …
ટ્રાફિક જામનું કારણ થઇને છગન પડ્યો ખોરંભે રે …

અગડંબગડં ચાલ ચાલતો ટ્રાફિકના હડસેલે રે …
ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …

થેલી મૂકી, ચશ્માં લૂછ્યાં, કરી ચૂંચરી આંખ રે …
વૃક્ષ વગરના ગામે જાણે ખગની ફફડે પાંખ રે …

પવન હલાવે કાગળિયાં એમ છગન હલાવે પગ્ગ રે …
સૂરણસોતી થેલી ઊંચકી ચાલ્યો ડગડગ પગ્ગ રે …

એક હાથમાં થેલી સોહે બીજા હાથમાં આંટો રે …
ઊભી બજારે છગનો જાણે હોય વજનનો કાંટો રે …

છગન પગરખાં ઘસડી ચાલે, લોક મળે તે પૂછે રે …
’કેમ છગનિયા, પરસેવો નીતરે છે તારી મૂછે રે’ …

છગન ખભાથી પરસેવો લૂછીને આગળ ચાલે રે …
તરબૂચવાળો બરકે : ‘લઇ જા, પૈસા આપજે કાલે રે’ …

એવામાં એક કૂતરું દોડ્યું, છગન ભયો લાચાર રે …
લોક શિખામણ દેવા દોડ્યા : આનો એક ઉપચાર રે …

કૂતરું મળતાં શાણા થઇને પકડી લેવી ચૂપ રે …
‘હૈડ’ કહેતાં જે ખસે નહીં ઇ કૂતરું જોખમીરૂપ રે …

ઊંટ ઉપર છેલ્લાં તરણાં શી મળી શિખામણ ભારે રે …
ઓબ્જેક્ટિવલી ભફાંગ દઇને પડ્યો છગન્ન બજારે રે …

છગન કહે : ‘હું લૉસ્ટ પ્રોપર્ટી જેમ પડ્યો સરનામે રે …
ખાતરી આપી કોઇ ન આવ્યું લેવા મને ગોદામે રે’ …

આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …

છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …

Entry Filed under: કવિતા. .

4 Comments Add your own

  • 1. જયશ્રી  |  July 28, 2006 at 5:03 am

    મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …
    ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …

    મજા આવી ગઇ..

    સરસ હાસ્ય કાવ્ય છે.

    Reply
  • 2. shivshiva  |  July 28, 2006 at 9:53 am

    અમિત
    મઝા આવી ગઈ
    નીલા

    Reply
  • 3. સુરેશ જાન&hellip  |  July 29, 2006 at 11:01 am

    આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
    સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …

    છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
    શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …

    કવિતા વાંચતાં થયું કે આમાં કવિ શું કહેવા માંગે છે? માત્ર શબ્દ ચિત્ર? પણ આ છેલ્લી પંક્તિઓ વાંચીને કવિ માટે અનહદ માન ઉપજ્યું .
    ‘શબ્દોના તાંદુલ’ લખીને તો કવિ કેટલું બધું કહી જાય છે? સુદામા અને પોતાની અભિવ્યક્તિની દરિદ્રતા , શબ્દની ય પેલે પારની અનભિપ્રેત કૃષ્ણને જોઇ કવિને પ્રાપ્ત થતી અવાકતા …
    બહોત ખૂબ.
    અનિલ જોશીની આંગળી પકડીને કાવ્ય જગતમાં ચાલતાં શીખેલો કવિ તે રમેશ પારેખ.

    Reply
  • 4. manvant  |  July 30, 2006 at 2:38 am

    આ કાવ્ય કુતૂહલ ઉપજાવતા જઈ રસિક બન્યું છે.
    કવિ અને તંત્રીનો આભાર !

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ghanshyam vaghasiya on Gujarati blog world
RATILAL JOGIA on Gujarati blog world
Mayur on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on ઝલક :: સુરેશ દલાલ.

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

July 2006
M T W T F S S
    Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta