રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ.

July 28, 2006

અવિનાશ વ્યાસ. ( 21-07-1911 : 20-08-1984 ) 

રાખનાં રમકડાં,
મારા રામે રમતાં રાખ્યાં રે;
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે.
                                   … રાખનાં રમકડાં.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. 
                                   … રાખનાં રમકડાં.

હે…કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા.
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે !
                                   … રાખનાં રમકડાં.

અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ !
                                    … રાખનાં રમકડાં.

Entry Filed under: કવિતા. .

3 Comments Add your own

  • 1. shivshiva  |  July 29, 2006 at 11:49 am

    અમારા જમાનામાં આ ગીતે ધૂમ મચાવી હતી.
    નીલા

    Reply
  • 2. manvant  |  August 4, 2006 at 8:33 pm

    રાખનાં રમકડાં માનવી ! અંત કે અનંત ?
    કાચી માટીની કાયા ! માયાનો રંગ !
    રમકડાં ! અધૂરી રમત્યું ! વાહ અવિનાશ !
    શિવશિવ ” નીલાબહેન” છે તેની હવે ખબર પડી.
    મંગળફેરા અને ગુણસુંદરી યાદ આવ્યાં ને ?
    અને અલબેલા?મેંદી રંગ લાગ્યો ?આભાર !

    Reply
  • 3. SV  |  August 6, 2006 at 5:55 pm

    Was looking for a complete version. Thanks for posting.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

SIDDHARTH on મંદિર તારું વિશ્વ રૂપાળું …
ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

July 2006
M T W T F S S
    Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta