ભમરો - પ્રદ્યુમ્ન તન્ના.

July 31, 2006

    બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !

  પલક અહીંથી, પલક તહીંથી
              લળે વીંઝતો પાંખ્યું,
  બે કરથી આ કહો કેટલું
              અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું ! 
    બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!

  મેલી મનહર ફૂલ પદમનાં
              પણે ખીલ્યાં કૈ રાતાં,
  શુંય બળ્યું દીઠું મુજમાં કે
              આમ લિયે અહીં આટા ?
ફટ ભૂંડી ! હું છળી મરું ને તમી હસો ફરી આડું !
    બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું !

Entry Filed under: કવિતા. .

4 Comments Add your own

  • 1. વિવેક  |  July 31, 2006 at 1:40 pm

    સુંદર ગીત…. મહારાજ દુષ્યંતને બોલાવીએ તો?

  • 2. manvant  |  July 31, 2006 at 9:01 pm

    છેલ્લી પંક્તિમાં ‘ફર’ ટાઇપ થયું છે તે ‘ફટ’ હોવું જોઇએ.

    પદમનાં ફૂલ મનહર રાતાં ખીલ્યાં છે છતાં કામિનીની
    હાજરીમાં ભ્રમરને પણ તેમનાથી દૂર રહેવું પડ્યું ..!
    કવિ અને ભાઈ પિસાવાડિયાને અભિનંદન…..!

  • 3. વિવેક  |  August 2, 2006 at 5:23 am

    ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છાંય’.

    એમનું એક મને મનગમતું ગીત અહીં માણી શકાશે:

    http://layastaro.com/?cat=158&submit=view

  • 4. amit pisavadiya  |  August 2, 2006 at 7:13 am

    ગામઠી શબ્દો માં સુંદર રચના છે લયસ્તરો પર ,
    વિવેકભાઇ માહિતિ માટે આભાર.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

July 2006
M T W T F S S
    Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta