Archive for August 6th, 2006

એક હતી સર્વકાલીન વારતા - જગદીશ જોષી.

જગદીશ જોષી - ( 09-10-1932 : 21-09-1978 )

ધારો કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં
                                           પણ આખા આ આયખાનું શુ ?

ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સહેજ મોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
                                           પણ બળબળતી રેખાનું શું ?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
                                           પણ મૂંગી આ વેદનાનું શું ?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ ! થોડું કીધુંયે રાજ,
                                           પણ ઝૂરતા આ ઓરતાનું શું ?

ધારો કે રાણી ! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
                                           પણ આ માંડેલી વારતાનું શું ?


2 comments August 6, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta