Archive for August 19th, 2006

અજાણી આંખડી - અમૃત ઘાયલ.

અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ  ( 19-08-1916  ::  25-12-2002 )


અમે ધારી  નહોતી એવી  અણધારી કરી લીધી;
અજાણી  આંખડીએ  ચોટ  ગોઝારી  કરી  લીધી.

કોઇનાથી અમે બે વાત  શું  પ્યારી કરી લીધી !
જવાનીમાં  મરણની  પૂર્વતૈયારી  કરી   લીધી.

અમે  મગરૂર મનને  મારી લાચારી કરી લીધી;
કરી લીધી જીવન, તારી તરફદારી  કરી લીધી.

ઘડીઓ આ જુદાઇની  અને તે પણ જવાનીમાં ?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી  તેં  પ્રીત  પરબારી  કરી  લીધી.

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર  સાથ  બેસી વાત  બે પ્યારી કરી  લીધી.

કસુંબલ આંખડીના  આ કસબની વાત શી કરવી ?
કલેજું   કોતરી  નાજુક  મીનાકારી  કરી  લીધી.

મઝાની  ચાંદનીમાં   નોતરી  બેઠા   ઉદાસીને,
અમે  હાથે  કરીને   રાત અંધારી  કરી  લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’
અમારે  વાત કરવી  હતી  પ્યારી,  કરી  લીધી.


2 comments August 19, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta