વ્હાલમની વાતો – ભાસ્કર વોરા. ( 12-08-1907 )
August 22, 2006

વ્હાલમ ની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
Entry Filed under: કવિતા. .
5 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
manvant | August 22, 2006 at 5:33 pm
GHAYAL NE PAYAL BE CHHOOPYAA CHHUPAAY NAHEE:
ZAANZARANE SANTAADEE RAAKHYU RAKHAAYA NAHEE..
CHHAANU NE CHHAPANU KAI THAAYA NAHEE ….
GHELAANEE GHELACHHATHEE GHELAA DHARAAYA NAHEE:
HALVETHEE HAIYAANE HALKU KARAAYA NAHEE
VHALAMANEE VAATONE VAHETEE KARAAYA NAHEE !
VAH KAVI …NE AMITBHAI VAH !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
2.
shivshiva | August 23, 2006 at 8:49 am
વ્હાલમનું નામ એતો મધ મીઠું નામ
એને બોલું તો કેમ કરી બોલું
3.
Urmi Saagar | August 23, 2006 at 2:11 pm
આભાર મનવંતઅંકલ…
આ કવિતા વાંચીને મનમાં પણ આ જ ગીત રમતું હતું, પરંતુ બધા શબ્દો યાદ આવતા ન્હોતાં…
સુંદર કવિતા અમિત…
4.
સિદ્ધાર્થ | August 30, 2006 at 8:43 pm
આ સુંદર ગીત નવરાત્રી દરમ્યાન વડોદરામાં માં આર્કી ગ્રુપના ગાયક અચલ મહેતાના કંઠે સાંભળવાની મજા જ કઈક ઓર છે.
સિદ્ધાર્થ
5.
Ketan Shah | December 23, 2006 at 2:17 pm
Yes, u r right Siddharth. But originally when Achal & Atul Purohit were in same group, this gazal was always sung by Atul Purohit. Today also I like to listen this geet in United Way Of Baroda Garba by Atul Purohit.