એક શરણાઇવાળો - દલપતરામ.
August 24, 2006
એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.
Entry Filed under: કવિતા. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Urmi Saagar | August 26, 2006 at 12:48 am
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.
I have read this lines b4, but just read the entire poem here today….
thanks amit!
2.
સુરેશ જાની | August 26, 2006 at 6:50 am
“મારી ગાગર ઉતારો તો હું જાણું,
કે શ્યામ તમે ઉંચક્યો તો પહાડને !!”
આ ગીતમાં ય આવી જ કંઇક વાત છે ને?
3.
shivshiva | August 26, 2006 at 7:22 am
આવી જ એક વાર્તા ચીનની લોકકથામાં છે.
4.
manvant | August 26, 2006 at 11:10 pm
MAARU PRIYA GEET !