ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ? - ધીરેન્દ્ર મહેતા ( 29-08-1944 )

August 28, 2006

કલમ  ખડિયો  કાગળ  લઇને  બેઠા  કાંઇ  ચીતરવા  જી,
ચારે  છેડે  બંધાયેલી  દુનિયામાં  વિચરવા  જી.

સૂનકાર  કરે  છે  આખું  આભ  ભરીને  સેલારા  જી,
દશે  દિશામાં  ગાજે  એના  હેલારા  હેલારા  જી.

આલીપા  છે  ધગધગતાં  રણ,  નદીયુંની  પણ  ખળખળ  જી,
અહીં  હાંફતાં  હરણની  સાથે  માછલિયુંની  તડફડ  જી.

એમાં  થઇને  કંઇક  મલક  ને  મેદાનો  આ  નીકળ્યાં  જી,
કોઇ  નગર  ને  ગામને  પાદર  ઘર  ને  ખડકી  ખખડ્યાં  જી.

અવાવરુ  કૂવા,  અણજાણ્યાં  કોતર,  ઊંડી  ઊંડી  ખીણો  જી.
સમો  ઘૂઘવે  ઘેરું  ઘેરું,  સૂ  સૂ  સૂસવે  તીણો  જી.

કઇ  આ  દુનિયા,  ક્યા  લોક  આ,  ક્યાંથી  લાવ્યાં  ગોતી  જી,
વીજળીને  ઝબકારે  ક્યાંથી  પાનબાઇ  પોરવે  મોતી  જી ?

Entry Filed under: કવિતા. .

2 Comments Add your own

  • 1. manvant  |  August 30, 2006 at 12:56 am

    પાનબાઇ …….તમારો જોટો ગોત્યોય નંઇ મળે ! ધન્ય તમને અને તમારાં
    સાસુમા ને !……………….આભાર અમિતભાઈ !

  • 2. હરીશ દવે  |  August 30, 2006 at 6:46 am

    તમે એક સુંદર કૃતિ પસંદ કરીને પ્રકાશિત કરી, અમિત! …. હરીશ દવે

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta