Archive for September 2nd, 2006
મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા.
નરસિંહરાવ ભો. દિવેટિયા ( 03-09-1859 :: 14-04-1937 )

મંગલ મંદિર ખોલો,
દયામય !
મંગલ મંદિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો ;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ – અમીરસ ઢોળો,
દયામય !
મંગલ મંદિર ખોલો !
4 comments September 2, 2006