Archive for September 3rd, 2006

તને જોઇ જોઇ – રાજેન્દ્ર શાહ.

તને  જોઇ  જોઇ  તો  ય  તું  અજાણી,
જાણે  બીજને  ઝરૂખડે  ઝૂકી’તી  પૂર્ણિમા
                  ઝાઝેરો  ઘૂમટો  તાણી.

વ્યોમ  ને  વસુંઘરાની  કન્યા  કોડામણી,
તું  તો  છે  સંધ્યાની  શોભા  સોહામણી,
લોચને  ભરાય  તો  ય  દૂર  દૂર  ધામની;
વાયુની  લ્હેર  સમી  અંગને  અડી  છતાં  ય
                  બાહુને  બંધ  ના  સમાણી.

પોઢેલો  મૃગ  મારા  મનનો  મરુવને,
જલની  ઝંકોર  તારી  જગવી  ગૈ  એહને;
સીમ  સીમ  રમતી  તું,  ના’વતી  જરી  કને;
સાબરનાં  નીતરેલ  નીર  તું  ભલે  હો,  આજ
                  મારે  તો  ઝાંઝવાનાં  પાણી !

5 comments September 3, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

vijay rohit on Gujarati blog world
vikram on કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે…
PriyanK Patel on દેવનાં દીધેલાં.
Hiral Vyas "Vasantif… on Gujarati blog world
Hiral Vyas "Vasantif… on ME & MY BLOG

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta