Archive for September 5th, 2006

ઘણી ઘણી હામો - લોકગીત.

સાયબા,  હું  તો  ત્રાંબાની  હેલ્યે  પાણી  નૈ  ભરું  રે  લોલ,
સાયબા,  મુને  રૂપલા  બેડાની  ઘણી  હામ  રે
સાયબા,  મુને  મુંબઇમાં  મો’લ  ચણાવજો  રે  લોલ.

સાયબા,  મારે  સાસરો  ભલા  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  ઘૂંઘટ  કાઢ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા,  મુને…

સાયબા,  મારી  સાસુ  ભલાં  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  પગે  પડ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા,  મુને…

સાયબા,  મારે  જેઠ  ભલા  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  ઝીણું  બોલ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને…

સાયબા,  મારે  જેઠાણી  ભલાં  પણ  વેગળાં  રે  લોલ,
સાયબા,  મુને  વાદ  વદ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને…

સાયબા,  મારો  દેર  ભલા  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  હસ્યા  બોલ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને…

સાયબા,  મારી  દેરાણી  ભલાં  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  જોડે  રે’વાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને…


5 comments September 5, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta