રામની અજબ રચના રે - કાગ.

September 8, 2006

રામની  અજબ  રચના  રે,   એનો  પાર  મનુષ્ય  કેમ  પાવે ?
પાર  મનુષ્ય  નહિ  પાવે  રે,  ભલે  ઊંચા વિમાન  ઉડાવે…..  રામની…

સુખ  ભોગવવા  કરે  કમાણી,  લક્ષ્મી  ઢસડી  લાવે;
ભોગવવાનું  ટાણું  આવે  ત્યાં,  ગેબનાં  તેડાં  આવે……  રામની…

ભૂવો  ધૂણીને  માંદો  પડે  ત્યારે,  બીજા  ભૂવાને  બોલાવે;
તાપ  તપે  જ્યારે  વૈદ્યના  તનમાં,  ઓસડ  યાદ  ન  આવે……  રામની…

જોષીડો  સહુના  જોષ  જુવે  ને,  ધનના  યોગ  બતાવે;
બીજાને  લખપતિ  બનાવે,  એને  દોકડો  હાથ  માં  ન  આવે……  રામની…

ઘેલી  લાલચમાં  ઘેલા  બનીને,  ગાંઠનો  ગરથ  ગુમાવે;
દેવી  દેવતા  પીર  પેગંબર,  આવરદા  ન  અપાવે……  રામની…

રામ   કહે   તે   કામ   કરી   લે,   હુકમ   હરદે   આવે;
‘કાગ’  કે  જીવડા  વમળે  ચડ્યો  તો,  લખચોરાશીમાં  જાવે……  રામની…

Entry Filed under: કવિતા. .

5 Comments Add your own

  • 1. manvant  |  September 9, 2006 at 1:54 am

    કાગ,હેમુ ને ઝવેર……………..ત્રણે રત્નો !
    રામની રચના તો તેઓ જ જાણે !
    આપણું ગજું નહ્રીં. આભાર અમિતભાઈ !

  • 2. nilam doshi  |  September 9, 2006 at 10:49 am

    enjoyed .
    શું માલ છે..રચના ખૂબ ગમી.

  • 3. UrmiSaagar  |  September 10, 2006 at 8:09 pm

    સુંદર રચના….

  • 4. shivshiva  |  September 16, 2006 at 3:22 pm

    કાગની સુન્દર રચના છે

  • 5. M.S. CHOUHAN  |  April 22, 2008 at 11:28 am

    Thanks,
    Please write us Mahakavi Kaag’s other Poet, Dohe & other Creation ,
    We awaiting for your reply.
    Thanks.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta