વ્યર્થ દુનિયામાં – બરકત વિરાણી ‘બેફામ’
September 14, 2006

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.
એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.
આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.
એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.
હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.
હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.
પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.
છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.
છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
Entry Filed under: ગઝલ. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
dipankar naik | September 15, 2006 at 11:34 am
beautiful gazal by befaam.
he is extra ordinary, thanks amit, may we have some more.
2.
manvant | September 16, 2006 at 12:53 am
હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર !
ત્યારે ત્યારે મારી આંખ આગળ એ ડોકાય છે !……….
ઘણું ઝીણું દર્શન …….પારદર્શક….ખરુંને ? આભાર.
3.
chetna | September 22, 2006 at 2:37 am
its true love…!
4.
કસુંબલ રંગનો વૈભવ | September 24, 2006 at 4:33 pm
good pholosofy of barakat viarani befam………aatama parani khubuni vaat khub gami………..