Archive for September 16th, 2006

આ તનરંગ - બ્રહ્માનંદ.

આ  તનરંગ  પતંગ  સરીખો,  જાતાં  વાર  ન  લાગે  જી;
અસંખ્ય  ગયા  ધનસંપત્તિ  મેલી,  તારી  નજરું  આગે  જી.

અંગે  તેલફુલેલ  લગાવે,  માથે  છોગાં  ઘાલે  જી;
જોબન - ધનનું - જોર  જણાવે,  છાતી  કાઢી  ચાલે  જી.

જેમ  ઉંદરડે  દારૂ  પીધો,  મસ્તાનો  થઇ  ડોલે  જી;
મગરૂરીમાં  અંગ  મરોડે,  જેમતેમ  મુખથી  બોલે  છે.

મનમાં  જાણે  મુજ  સરીખો,  રસિયો  નહીં  કોઇ  રાગી  જી;
બહારે  તાકી  રહી  બિલાડી,  લેતાં  વાર  ન  લાગે  જી.

આજકાલમાં  હું - તું  કરતાં,  જમડા  પકડી  જાશે  જી;
બ્રહ્માનંદ  કહે,  ચેત  અજ્ઞાની,  અંતે  ફજેતી  થાશે  જી.


4 comments September 16, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta