ભથવારીનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી.
September 17, 2006

ગોધણ – ઘણીની ભથવારી રે,
હું ગોધણ – ધણીની ભથવારી;
આંબો ને હું પ્રેમ – ક્યારી રે,
પતિ આંબો ને હું પ્રેમ – ક્યારી.
સેંથડે સિંદૂર : પ્રેમનાં આંજણ
આંજ્યાં આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનગન નાચું,
આવને મોરલા રબારી રે….. હું…
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે,
ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે,
દેખે ત્યાં થાક દે વિસારી રે….. હું…
હળવે ઉતારી ભાત મહીડાં પીરસું,
ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને
આવું સીમે દોડી દોડી રે….. હું…
વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી
પીંછાં ગૂંથું હું સમારી;
જોઇ જોઇને એ મુખ રળિયામણું,
હૈયામાં ઉડતી ફુવારી રે….. હું…
Entry Filed under: કવિતા. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
manvant | September 17, 2006 at 11:12 pm
“વડલો” ભણાવતાં આ ગીત ગાઈ-ગવડાવીને માણેલું.હજુ પણ
એના રણકાર કાનમાં ગુંજે છે.એર્ટલી સિદ્ધિ ભથવારીની !
2.
shivshiva | September 18, 2006 at 12:30 pm
લજામણી જેવું સુંદર ગીત છે.
3.
indianpics | September 18, 2006 at 4:20 pm
THANKS
4.
વિવેક | September 21, 2006 at 2:24 pm
આ ગીતમાં સાચે જ કુમાશ છે, હૈયાને વિહવળ બનાવી દે એવી…. સુંદર ચયન…. અભિનંદન, અમિતભાઈ!