ઘણ ઉઠાવ – સુન્દરમ્

September 20, 2006

સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર ( 22-03-1908  ::  13-01-1991 )

ઘણુંક  ઘણું  ભાંગવું,  ઘણ  ઉઠાવ,  મારી  ભુજા  !
ઘણુંક  ઘણું  તોડવું,  તું  ફટકાર  ઘા,  ઓ  ભુજા  !
અનંત  થર  માનવી  હ્રદય  –  ચિત્ત  –  કાર્યે  ચઢ્યા
જડત્વ  યુગ  જીર્ણના,  તું  ધધડાવી  દે  ઘાવ  ત્યાં.

ધરા  ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનો
ભયાનક  ઉછાળ  છો,  જગત  જાવ  ડૂલી  ભલે,
પછાડ  ઘણ,  ઓ  ભુજા  !  ધમધમાવ  સૃષ્ટિ  બધી  !

અહો  યુગયુગાદિનાં  પડ  પરે  પડો  જે  ચઢ્યાં
લગાવ,  ઘણ  !  ઘા,  ત્રુટો  તડતડાટ  પાતાળ  સૌ,
ધરાઉર  દટાઇ  મૂર્છિત  પ્રચંડ  જ્વાલાવલી
બહિર્ગત  બની  રહો  વિલસી  રૌદ્ર  કૃત્કારથી.

         તોડીફોડી  પુરાણું,
         તાવી  તાવી  તૂટેલું.

ટીપી  ટીપી  બધું  તે  અવલનવલ  ત્યાં  અર્પવા  ઘાટ  એને
ઝીંકી  રહે  ઘા,  ભુજા  ઓ,  લઇ  ઘણ,  જગને  ઘા  થકી  ઘાટ  દેને. 

Entry Filed under: કવિતા. .

6 Comments Add your own

  • 1. manvant  |  September 21, 2006 at 6:06 am

    સ્વ. મેઘાણીનું “ઘણ રે બોલેને એરણ સાંભળે હો જી ”
    કાવ્ય યાદ આવ્યું……………….આભાર !

    Reply
  • 2. વિવેક  |  September 21, 2006 at 2:22 pm

    સુંદરમનું સુંદર કાવ્ય…

    Reply
  • 3. સુંદરમ્ &la&hellip  |  September 21, 2006 at 6:53 pm

    [...] # ઘણ ઉઠાવ     :    નમું તને પત્થરને?        :  સોનેટ [...]

    Reply
  • 4. સુરેશ જાન&hellip  |  September 21, 2006 at 9:47 pm

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોત જ્યારે લબકારા લઇ રહી હતી, તેવા ભારતના રેનેસાં જેવા સંક્રાન્તિ કાળમાં, ક્રાંતિકારી માનસ ધરાવતા આ યુવાન કવિનો તરવરાટ આ સોનેટમાં કેવી અભિવ્યક્તિ પામે છે?
    સુંદરમ્ ના વ્યક્તિત્વની પાછળ રહેલો તેમના હોવાપણાના એક ભાગ જેવો, વારસાગત ‘લુહાર’ પણ અહીં કેવી લાક્ષણિક ટોચ પર પહોંચે છે?

    Reply
  • 5. Rajendra Trivedi,M.D.  |  September 22, 2006 at 7:57 am

    Dear Suresh,,,,,,MA RA BHAI,
    YOU ARE STILL DOING GREAT LIKE YOUR high school years.Keep it up with your team, I am enjoying your critic and writing.
    KAVI SUNDARAM REMAINS A IRON SMITH;s SON…..IRON MAN FOR THE NATION.

    Reply
  • 6. ધરતી, ધરા, &hellip  |  May 25, 2007 at 11:39 am

    [...] ધરા ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં … – સુંદરમ્ [...]

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ghanshyam vaghasiya on Gujarati blog world
RATILAL JOGIA on Gujarati blog world
Mayur on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on ઝલક :: સુરેશ દલાલ.

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta