Archive for September 23rd, 2006

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ

માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો
જગ  માથે  જાણે  પ્રભુતાએ  પગ  મૂક્યો.

મંદિર  સર્જાયુ  ને  ઘંટારવ  ગાજ્યો
નભનો  ચંદરવો  મા  એ  આંખ્યુમાં  આંજ્યો
દીવો  થાવા  મંદિરનો  ચાંદો  આવી  પૂગ્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

માવડી  ની  કોટમા  તારાના  મોતી
જનની  ની  આંખ્યું  માં  પૂનમની  જ્યોતિ
છડી  રે  પુકારી  મા  ની  મોરલો  ટ્હુક્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

નોરતાં  ના રથનાં  ઘૂઘરા  રે  બોલ્યા
અજવાળી  રાતે  મા  એ
અમરત  ઢોળ્યાં
ગગન  નો  ગરબો  મા  ના  ચરણોમાં  ઝૂક્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.


5 comments September 23, 2006

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  કુંભારી  ને  દ્વાર.

એલી  કુંભારી  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  કોડિયાં  મેલાવ.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  સોનીડા  ને  દ્વાર.

એલી  સોનીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  જાળીયા  મેલાવ.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  ઘાંચીડા  ને  દ્વાર.

એલી  ઘાંચીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  દિવેલીયા  પુરાવ.

મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.


4 comments September 23, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta