માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ

September 23, 2006

માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો
જગ  માથે  જાણે  પ્રભુતાએ  પગ  મૂક્યો.

મંદિર  સર્જાયુ  ને  ઘંટારવ  ગાજ્યો
નભનો  ચંદરવો  મા  એ  આંખ્યુમાં  આંજ્યો
દીવો  થાવા  મંદિરનો  ચાંદો  આવી  પૂગ્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

માવડી  ની  કોટમા  તારાના  મોતી
જનની  ની  આંખ્યું  માં  પૂનમની  જ્યોતિ
છડી  રે  પુકારી  મા  ની  મોરલો  ટ્હુક્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

નોરતાં  ના રથનાં  ઘૂઘરા  રે  બોલ્યા
અજવાળી  રાતે  મા  એ
અમરત  ઢોળ્યાં
ગગન  નો  ગરબો  મા  ના  ચરણોમાં  ઝૂક્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

Entry Filed under: રાસ-ગરબા. .

5 Comments Add your own

  • 1. Rajendra Trivedi,M.D.  |  September 24, 2006 at 7:36 am

    It will be nice to have Vibhaben and Rasbihari Desai.s voice with this……
    Very nice start on Navratri …..
    The Trivedi

  • 2. વિવેક  |  September 24, 2006 at 3:17 pm

    અમિતભાઈ,

    આ રચનામાં થોડા સુધારા સૂચવું છું. એક તો આ રચના કોઈ લોકગીત નથી, આ અમર કવિ શ્રી અવિનાશ વ્યાસની રચના છે. બીજું થોડી જોડણી તરફ ધ્યાન દોરવા માંગું છું. સુધારો કરેલી પંક્તિઓ જ ટાંકું છું:

    માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

    જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

    મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો

    દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો

    માવડી ની કોટમા તારાનાં મોતી

    જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ

    નોરતાંના રથનાં ઘૂઘરા રે બોલ્યા

    ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો

  • 3. amit pisavadiya  |  September 24, 2006 at 3:38 pm

    ક્ષતિ ઓ સમુ ધ્યાન દોરવા બદલ આભાર , શ્રી વિવેકભાઇ.

  • 4. shivshiva  |  September 24, 2006 at 3:45 pm

    આશા ભોસલેના ગળામાં આ ગીત ખૂબ સુંદર રીતે સજાયેલું છે.

  • 5. Rajendra Trivedi,M.D.  |  September 24, 2006 at 10:21 pm

    Thanks to Avinashbhai Vyas.
    His Love for MA is felt in this Song.
    Great devotee and singer Ashaji or Vibhaben and Rasbihari has pleased our Soul with there sound Vibration.
    When, I was talking to “Rasbhai” to day, He said ,” We will be in Boston on October 6th and you can hear this sond again. !!!”
    If you can put Sound to this song will be great.
    Keep it up your good work.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta