Archive for September 24th, 2006

હે રંગલો – અવિનાશ વ્યાસ

હે  રંગલો,
જામ્યો  કાલંદરી  ને  ઘાટ,
છોગાળા  તારા,
હો  રે  છબીલા  તારા,
હો  રે  રંગીલા  તારા  રંગભેરૂ  જુએ  તારી  વાટ,  રંગલો.

હે  હાલ્ય  હાલ્ય  હાલ્ય,
વહી  જાય  રાત  વાત  માં  ને,  માથે  પડશે  પ્રભાત,
છોગાળા  તારા,
હો  રે  છબીલા  તારા,
હો  રે  રંગીલા  તારા  રંગભેરૂ  જુએ  તારી  વાટ,  રંગલો.

હે  રંગરસીયા,
હે  રંગરસીયા  તારો  રાહડો  માંડી  ને,  ગામને  છેવાડે  બેઠા,
કાના  તારી  ગોપલીએ,  તારે  હાટુ  તો  કામ  બધા  મેલ્યાં  હેઠાં.
હે  તને  બરકે  તારી  જશોદા  તારી  માત…
છોગાળા  તારા,
હો  રે  છબીલા  તારા,
હો  રે  રંગીલા  તારા  રંગભેરૂ  જુએ  તારી  વાટ,  રંગલો.

મારા  પાલવ  નો  છેડલો  મેલ,  છોગાળાઓ  છેલ
કે  મન  મારું  મલકે  છે.
એ  હું  મોરલો  ને  તું  તો  મારી  ઢેલ,
હું  છોડવો  તું  વેલ
કે  મન  મારું  ઘડકે  છે.

હે  હે  હે…..હે જી

સાંજ  ને  સુમારે
જ્યારે  સુર  જ્યાં  નમે
નર  નાર  લગે  તાર
સંગ  રંગ  રમે
કોઇ  રૂપની  કટોરી,  કોઇ  રૂપનો  કટોરો
કોઇ  શ્યામ,  કોઇ  ગોરો
રમે  છોરી  અને  છોરો
ધરણી  ધમધમે…..

હે  જી  રે…..
તુર  તુર  તુર

ગાંડીતુર  શરણાઇ  કેરા  સુર
વીંધે  ઉર  ચકચુર
સંગે  તાલ  ને  નુપુર
તારુ  પાદર  ને  પુર
સામ  સામ  સામે
હે  જીણું  જીણું  વાગતી  રે વેણું
રે  ને  ગામને  પાદર  ઉડતી  રે  રેણું
ને  નાચતી  રે  આવે  કોઇ  ગામની  રે  ઘેનું
છેલ  રે  છબીલી  નાર  છમ્  છમ્  છમે.
છેલ  રે  છબીલી  નાર  છમ્  છમ્  છમે.

11 comments September 24, 2006

પાંદડું ઉડી ઉડી જાય રે


પાંદડું  ઉડી  ઉડી  જાય  રે
પરદેશી  લાલ  પાંદડું
હે  પાંદડાની  માયા  મુને  લાગી  પરદેશી  લાલ  પાંદડુ.

હે  માડી  મારો  સસરો  આણે  આવ્યો
હે  માડી  હું  તો  સસરા  ભેરી  નહીં  જાઉં,
સાસુજી  મ્હેંણા  બોલે….. પરદેશી  લાલ  પાંદડું  – પાંદડું.

હે  માડી  મારો  જેઠજી  આણે  આવ્યો
હે  માડી  હું  તો  જેઠજી  ભેરી  નહીં  જાઉં, 
જેઠાણી  મ્હેણાં  બોલે….. પરદેશી  લાલ  પાંદડું  – પાંદડું.

હે  માડી  મારો  દેરજી  આણે  આવ્યો
હે  માડી  હું  તો  દેરજી  ભેરી  નહીં  જાઉં,
દેરાણી  મ્હેણાં  બોલે….. પરદેશી  લાલ  પાંદડું  – પાંદડું.

હે  માડી  મારો  પરણ્યો  આણે  આવ્યો
હે  માડી  હું  તો  પરણ્યા  ભેરી  જટ  જાઉ,
પરણ્યોજી  મીઠું  બોલે….. પરદેશી  લાલ.

પાંદડુ  ઉડી  ઉડી  જાય  રે
પરદેશી  લાલ  પાંદડું
હે  પાંદડાની  માયા  મુને  લાગી  પરદેશી  લાલ  પાંદડુ.

2 comments September 24, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

SIDDHARTH on મંદિર તારું વિશ્વ રૂપાળું …
ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta