Archive for September 25th, 2006

હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે

હે  લેજો  રસીયા  રે,  રૂમાલ  મારો  રંગદાર  છે,
ઉડતો  આવે  તારી  પાહે  કેવો  સમજદાર  છે.

હે  ચોળી  ચટકદાર,  કેડે કંદોરો,
કાંબીને  કડલા  ડોકે  હીર  નો  રે  દોરો.
હે  તારો  ઘુઘરીયાળો  ઘાઘરો…..  ઘેરદાર  છે…..
હે  લેજો  રસીયા  રે,  રૂમાલ  મારો  રંગદાર  છે.

હે  મળતાં  રે  વેંત  તે’તો,  કામણ  કીધું,
દલડું  દીધુ  ને  દલડું  લીધું.
હે  મુને  કાળજે  કટાર  લાગી….. આરપાર  છે…..
હે  લેજો  રસીયા  રે,  રૂમાલ  મારો  રંગદાર  છે.

હે  માનો  મોરી  વાત  ગોરી,  ઘૂમટો  ના  ઢાળો
હૈયુ  ભરી  જોવાદો  આંખડીનો  ચાળો.
હે  તારી  પાંપણ  નો  પલકારો….. પાણીદાર  છે…..
હે  લેજો  રસીયા  રે,  રૂમાલ  મારો  રંગદાર  છે.

હે  જોબન  રણકો  મારા  જાંજર  ના  તાલમાં
જોબનીયુ  ચાલમાં  ને  જોબન  રૂમાલ  માં
હે  એમાં  પ્રીત  કેરો  રંગ  મારો….. ભારોભાર  છે…..
હે  લેજો  રસીયા  રે,  રૂમાલ  મારો  રંગદાર  છે.

હે  લેજો  રસીયા  રે,  રૂમાલ  મારો  રંગદાર  છે,
ઉડતો  આવે  તારી  પાહે  કેવો  સમજદાર  છે.

ફિલ્મ  :  નવરંગ  ચુંદડી.

2 comments September 25, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

amitpisavadiya on Gujarati blog world
Kanubhai on Gujarati blog world
amitpisavadiya on ગીત :: સુરેશ દલાલ.…
Dilip on ગીત :: સુરેશ દલાલ.…
મંદિર તારું વિશ્વ રૂ… on મંદિર તારું વિશ્વ રૂપાળું …

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta