Archive for September 27th, 2006

માલા રે માલ – અવિનાશ વ્યાસ

માલા  રે  માલ,  લેરણીયું  લાલ,  ઘમ્મર  ઘમ્મર  ચાલે  રે  ચાલ
નવી  તે  વહુ  ના  હાથમાં  રૂમાલ.

હે  લપટી  જપટી  દેતી  રે  તાલ
શરમને  શેરડે  શોભતા  રે  ગાલ
કાવડિયો  ચાંદલો  ચોડ્યો  રે  ભાલ
નવી  તે  વહુ  ના  હાથમાં  રૂમાલ….. માલા  રે  માલ…..

હે…  રાખે  રાખે  ને  ઉડી  જાય  રે  ઘૂમટો
પરખાઇ  જાય  એનો  ફૂલ  ગુથ્યો  ફૂમકો

કંઠે  મકેહતી  મોગરાની  માળ
આંખ  આડે  આવતા  વીખરાયા  વાળ
નેણલેથી  નીતરે  વ્હાલમનું  વ્હાલ
નવી  તે  વહુ  ના  હાથમાં  રૂમાલ….. માલા  રે  માલ…..

હે… એની  પાંપણના  પલકારા  વીજલડીના  ચમકારા
એના  રુદિયામાં  રોજ  રોજ  વાગે  વાલમજીના  એકતારા

હિલોળે  હાથ  જાણે  ડોલરની  ડાળ
બોલ  બોલ  તોલતી  વાણી  વાચાળ
જલતી  જોબનીયાની  અંગે  મશાલ
નવી  તે  વહુ  ના  હાથમાં  રૂમાલ.

માલા  રે  માલ,  લેરણીયું  લાલ,  ઘમ્મર  ઘમ્મર  ચાલે  રે  ચાલ
નવી  તે  વહુ  ના  હાથમાં  રૂમાલ.

1 comment September 27, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

amitpisavadiya on Gujarati blog world
Kanubhai on Gujarati blog world
amitpisavadiya on ગીત :: સુરેશ દલાલ.…
Dilip on ગીત :: સુરેશ દલાલ.…
મંદિર તારું વિશ્વ રૂ… on મંદિર તારું વિશ્વ રૂપાળું …

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta