છેલાજી રે – અવિનાશ વ્યાસ.

September 29, 2006

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

Entry Filed under: રાસ-ગરબા. .

3 Comments Add your own

  • 1. કલ્પેશ  |  September 29, 2006 at 10:59 am

    અમિત,

    હું મારા મુળ ગામ (પીંપળ (જિ- ચાણસ્મા)જવામાં અનિયમિત છું.
    પણ, આવા લોક-ગીત ગામ અને ગુજરાતને હ્રુદય સુધી પહોંચાડે છે.

    સહર્ષ આભાર,
    કલ્પેશ (મુંબઈ)

    Reply
  • 2. વિવેક  |  September 29, 2006 at 9:28 pm

    કલ્પેશની વાત સીધી હૃદયમાંથી વહી આવી છે…. અભિનંદન, અમિતભાઈ !

    Reply
  • 3. manvant  |  September 29, 2006 at 9:39 pm

    ભાવનાસભર લોકગીત છે.હવે તો પાટણ્નાં પટોળાં
    ભૂતકાળનો ઇતિહાસ જ રહ્યાં છે ! સાળવીવાડ સૂની !
    અમિતભાઇ ! યાદ કરાવવા બદલ ખૂબ આભાર…….

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ghanshyam vaghasiya on Gujarati blog world
RATILAL JOGIA on Gujarati blog world
Mayur on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on ઝલક :: સુરેશ દલાલ.

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta