ગાંધીડો મારો – મોભીડો મારો – કાગ.
October 2, 2006

સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
એ…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..
ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
એ…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..
એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
એ…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..
પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
એ…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
બોલીને નૈં બગાડનારો. મોભીડો…..
નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
એ…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
કાળને નોતરનારો. મોભીડો…..
આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
એ…..ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,
નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..
રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
એ…..અજીરણ થાય એવો આ’ર કરે નૈ કદી,
જરે એટલું જ જમનારો. મોભીડો…..
આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
એ…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..
સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
એ…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
સોડ તાણીને સૂનારો મોભીડો…..
કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..
ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
એ મારા ખોળાનો ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા,
ઘડપણને પાળનારો. મોભીડો…..
Entry Filed under: કવિતા. .
10 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિવેક | October 2, 2006 at 6:31 pm
ઘણી સુંદર કવિતા… પહેલી જ વાર વાંચી… નેટ પર રહેવાનો ફાયદો જ આ છે કે તમે એકસાથે કેટલા બધાના વાંચનને માણી શકો છો!
2.
Chetan Framewala | October 2, 2006 at 9:22 pm
સુંદર કવિતાથી રૂબરુ કરાવ્યા બદલ આભાર
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
3.
સુરેશ જાની | October 3, 2006 at 7:50 pm
હેય , અમિત ! આ રચનાની ક્રોસ લિન્ક ગાંધીજી અને દુલા કાગની જીવન ઝાંખીમાં પણ આપી દે તો?
4. ગાંધીજી « ગુજરાતી પ્રતિભા પરિચય | October 4, 2006 at 2:19 pm
[...] # ગાંધીડો મારો- મોભીડો મારો – કવિ કાગ. [...]
5. દુલા કાગ « ગુજરાતી સારસ્વત પરિચય | October 4, 2006 at 2:55 pm
[...] -# ગાંધીડો મારો – મોભીડો મારો – કવિ કાગ _______________________ [...]
6.
harish | October 5, 2006 at 6:58 pm
Very nice poem
7.
Devendra | May 12, 2007 at 2:15 am
Very Nice
we have not seen Gandhiji but by this poem you can visualise him
8. Bansinaad | June 19, 2007 at 5:00 am
[...] પર ‘ગાંધીડો મારો – મોભીડો મારો’ , [...]
9. ગાંધીડો મારો, મોભીડો મારો….. દુલા ભાયા ‘કાગ’ « મન નો વિશ્વાસ | January 30, 2009 at 6:41 pm
[...] ફરતા ફરતા અમિતભાઈના બ્લોગ અમીઝરણું પર પહોંચી ગયો અને મને મલી ગયું શ્રી [...]
10. ગાંધીડો મારો, મોભીડો મારો….. દુલા ભાયા ‘કાગ’ - સુલભ ગુર્જરી | January 30, 2009 at 6:47 pm
[...] ફરતા ફરતા અમિતભાઈના બ્લોગ અમીઝરણું પર પહોંચી ગયો અને મને મલી ગયું શ્રી [...]