એક જ દશાનાં દૃશ્ય - બરકત વિરાણી ‘બેફામ’

October 7, 2006

એક જ દશાનાં દૃશ્ય બે આંખો ને તીર છે;
એમાં જ પ્યાસ છે અને એમાં જ નીર છે.

દેખાવમાં તો હાથની થોડી લકીર છે;
પણ એ જીવનની જાળના સૌએ અસીર છે.

ચંચળ નજરનાં એમ તો બેચાર તીર છે;
પણ તારું તીર એ જ છે જે દિલમાં સ્થિર છે.

દુઃખ એ જ છે કે કોઇ અહીં હમસફર નથી,
નહિ તો આ રાહના તો ઘણા રાહગીર છે.

કોઇ મને પછાડવા કોશિશ કરો નહીં,
જેને હજાર હાથ છે એ દસ્તગીર છે.

ફેલાવવા ન દેશો કદી હાથ એમને,
રાખે છે મુઠ્ઠી બંધ એ સાચા ફકીર છે.

ફાડું છું એક વસ્ત્ર, વણી લઉં છું હું બીજું,
મારામાં એક કૈસ છે તો કબીર છે.

જગને બતાવવામાં હવે રસ નથી મને
પહેલાં હતું જે એ જ હજી પણ ખમીર છે.

પ્રીતિની એ જ સાચી પીડા હોવી જોઇએ,
એ આવશે નહીં ને છતાં મન અધીર છે.

ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં,
’બેફામ’ જે કબરમાં છે એ તો શરીર છે.

Entry Filed under: ગઝલ. .

4 Comments Add your own

  • 1. manvant  |  October 8, 2006 at 2:34 am

    દૃશ્ય જોડણી કરવા વિ. છે…..’દ્ર…નથી

    પસંદગી સરસ છે.આભાર !

  • 2. સુરેશ જાની  |  October 8, 2006 at 8:13 pm

    ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં,
    ’બેફામ’ જે કબરમાં છે એ તો શરીર છે.

    બરાબરનો ‘બેફામ’ !!
    દસ્તગીરનો અર્થ ?!

  • 3. amit pisavadiya  |  October 8, 2006 at 9:03 pm

    સુરેશ દાદા,
    અહીં મને જે સમજાયુ તે મુજબ જણાવુ છુ .

    કોઇ મને પછાડવા કોશિશ કરો નહીં,
    જેને હજાર હાથ છે તે ખુદા દસ્તગીત ( અધિકારી) છે.

    દસ્તગીર - જે ને અધિકાર હોય તે ( અહીં) .

  • 4. dipankar naik  |  October 12, 2006 at 6:46 am

    thanks, amit. this was really good, especially the “makta”.

    dipankar.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta