મૌન - ડૉ. નીલેશ રાણા.

October 8, 2006

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી. 

         જળની કુંડળી પરપોટામાં
                  શાને જાય સમાઇ ?
         પથ્થરમાંથી ઝરણું ક્યાંથી
                  પ્રકટે એ જ નવાઇ ?

નદી, સરોવર, સમદર, જળની જૂજવી હોય કહાણી.
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

         રેતી પર એક નામ લખું
                  રે ! પવન ભૂંસાતો જાય,
         જળમાં તારું નામ લખું તો
                  તરંગમાં લહેરાય !

રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી.
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

Entry Filed under: કવિતા. .

6 Comments Add your own

  • 1. manvant  |  October 9, 2006 at 1:56 am

    મૌન કહો તો એક શબ્દછે આમ જુઓ તો વાણી
    સુન્દર ભાવ છે……………………આભાર……….

  • 2. nilam doshi  |  October 9, 2006 at 1:34 pm

    આમ જુઓ તો શબ્દ અને આમ જુઓ તો વાણી! !સુન્દર.જો આપણે મૌન સાંભળી શકીએ તો જ.મૌન ની ભાષા ઉકેલવી અઘરી નથી.જો……..

  • 3. Urmi Saagar  |  October 9, 2006 at 8:16 pm

    Very well said…. a perfact definition of ‘maun’!!

    Nice kavita!

  • 4. dhavalrajgeera  |  October 10, 2006 at 6:34 am

    No words at time is the best to express the feeling.
    Mounam Sarvarth Sadhanam !
    THE PERFECT DEFINATION OF MAUN !!

    Thanks to AMI ZARANU BLOGER AND POET.
    Rajendra Trivedi, M.D.

  • 5. વિવેક  |  October 10, 2006 at 2:51 pm

    મજાનું ગીત…

  • 6. shivshiva  |  October 11, 2006 at 9:45 am

    નામ લખી લખીને થાકી જઈશ

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta