નામ લખી દઉં – સુરેશ દલાલ.

October 10, 2006

ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !

અધીર થઇને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તીશી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં !

Entry Filed under: કવિતા. .

3 Comments Add your own

  • 1. manvant  |  October 11, 2006 at 2:23 am

    “ફૂલ પાંદડી ” સુધારશો ?
    ગુલાબ અને કાવ્ય તમારી જેમ સરસ ને સુવાસિત છે.અભિનંદન .

    Reply
  • 2. shivshiva  |  October 11, 2006 at 9:37 am

    એક અમીનું નામ લખોને અમીતભાઈ
    સુંદર રચના છે.

    Reply
  • 3. સુરેશ દલા&hellip  |  October 17, 2006 at 4:38 am

    [...] # નામ લખી દઉં # અમે એવાં છઇએ # તમે વાતો કરો તો થોડું સારું લાગે # એવો એનો ફ્લેટ #  અછાંદસ રચના # ઇમેજ પબ્લીકેશન્સ [...]

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

manvant patel on સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ…
પંચમ શુક્લ on ઝલક :: સુરેશ દલાલ.
પંચમ શુક્લ on સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ…
sudhir patel on સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ…
sudhir patel on રમેશ :: રમેશ પારેખ.

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta