સનમની નિગાહ - ડાહ્યાભાઇ દેરાસરી ‘બુલબુલ’.
October 11, 2006

નિગાહ તુજની, અરે ! બદમસ્તીમાં હુશિયાર કેવી છે ?
અમારું દિલ ચુરાવાને, કહો ! તૈયાર કેવી છે ?
અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી,
શહીદે નાઝ ! બતલાવો કે આમાં ધાર કેવી છે ?
જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઇને દિલ મહીં લાગી,
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે ?
ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું,
જરા દિલબર ! બતાવોને અહા ! તલવાર કેવી છે !
Entry Filed under: કવિતા. .
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
manvant | October 12, 2006 at 2:11 am
ગજબનો ઘા કરે ચંચલ નિગાહેં યાર કેવી છે ?
ભાઈ……..”ઝબહ” શબ્દનો અર્થ ના સમજાયો….
2.
amit pisavadiya | October 12, 2006 at 1:30 pm
મણી દાદા
અહીં મને સમજાયુ એ મુજબ ઝબહ એટલે આતુરતા થી. અને જે થયુ તેનાથી અજાણ્યા બની ને એમ.
3.
સુરેશ જાની | October 12, 2006 at 4:37 pm
મારા માનવા પ્રમાણે તેનો અર્થ ઘાયલ થાય. આપણે ગુજરાતીમાં ઝબે થૈ ગયો એમ કહીએ છીએ. તે ઝબહ પરથી આવ્યો હશે.
4.
amit pisavadiya | October 12, 2006 at 5:31 pm
સુરેશ દાદા ની વાત વધુ યોગ્ય લાગે છે.
આભાર સુરેશદાદા.
5.
manvant | October 13, 2006 at 6:23 am
મારો પ્રશ્ન ઉકેલવા બદલ સૌનો આભાર
6.
dhavalrajgeera | October 13, 2006 at 4:36 pm
VERY NICE GAZAL !!!!!!!
POEM.
MANY URDU WORDS.MAY BE SURESHBHAI JANI CAN ADD IN HIS SECTION.
LOVE IS A RAZOR SHARP.
SO BE SMART BEFORE DURING AND AFTER …..
7.
ડાહ્યાભા&hellip | October 14, 2006 at 9:53 am
[...] # રચના [...]