વલોવાઇ જાશે - અમૃત ‘ઘાયલ’.

October 17, 2006

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

Entry Filed under: ગઝલ. .

5 Comments Add your own

  • 1. વિવેક  |  October 17, 2006 at 2:24 pm

    સુંદર મજાની ટૂંકા બહેરની રચના…

  • 2. સુરેશ જાની  |  October 17, 2006 at 4:40 pm

    મ.ઉ. એ ગાયેલી રચના

  • 3. Urmi Saagar  |  October 17, 2006 at 6:24 pm

    આપણા મનનાં સ્વભાવનું સુંદર આલેખન… સુંદર ગઝલ!

  • 4. manvant  |  October 18, 2006 at 12:15 am

    નહીં તો હવે શ્વાસ “ઠોવાઈ” જાશે ?ઠોવાઈ= ?
    સરસ્ર રચના….સુન્દર શોધ! આભાર !

  • 5. amit pisavadiya  |  October 18, 2006 at 9:21 am

    મણી દાદા.
    ઠોવું એટલે અટકાવવું અથવા રોકવું.
    અહીં મારા ખ્યાલ મુજબ
    મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
    નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

    શ્વાસ અટકી જશે , રોકાઇ જશે, એમ.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Varsha on પૈસો :: હેનર…
વિશ્વદ… on પૈસો :: હેનર…
RAHUL MODI on નામ :: અંકિત…
Mayur Parekh on ચૂમી છે તને …
pragnaju on જય શ્રી ક…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta