રંગાઇ જાને રંગમાં
November 11, 2006

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..
સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….
ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..
બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..
રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..
Entry Filed under: ભજન - આરતી, લોકગીત - દુહા. .
6 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Ajay Patel | November 11, 2006 at 11:52 pm
આભાર અમિત આવા સરસ ભજન માટે..
મારી આંખો સામે - ગામડાનું દશ્ય ખડુ થઈ ગયું. રાત્રે બેસીને ગાતા હોય એવો એકદમ જ નેચરલ અવાજ સાથે આ સાંભળવાની ખરેખર મજા આવી ગઈ.
2.
Gira | November 13, 2006 at 3:21 am
Hey Amit!
thanks for this Bhajan!! i have been lookin for it ..finally got it from yr stie. thanks.
3.
vijayshah | November 14, 2006 at 2:02 am
sundar bhajan
4.
Neela Kadakia | November 20, 2006 at 11:11 pm
બહુ સરસ ભજન છે
5.
Haresh shukla | November 27, 2006 at 12:03 am
Amitbhai
atisundar bhajan chhe pan jivanma utarvu kathin chhe.
6.
RAMESH SHAH | December 16, 2006 at 4:34 pm
Amitbhai, bhajan na shabdo hrudayana tarne pulkit kari nakhe eva chhe ane eman pan bhajan sambhalvama ati anand aave chhe ane man ati prasanna thai chhe. Aava sundar bhajano prasad aapta rehjojivan safal thai jase.