…શું રે જવાબ દઇશ માધા ? - ઇસુભાઇ ગઢવી
November 16, 2006

દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા….. ?
તો શું રે જવાબ દઇશ માધા…..?
તારું તે નામ તને યાદ નો’તું તે’દિથી,
રાધાનું નામ હતું હોઠે.
ઠકારાણાં-પટરાણાં કેટલાય હતા તોયે,
રાધા રમતી’તી સાત કોઠે
રાધાવિણ વાસંળીનાં વેણ નહીં વાગે
શીદને સોગંધ એવા ખાધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
રાધાના પગલામાં વાવ્યું વનરાવન -
ફાગણ બનીને એમાં મહેક્યો,
રાધાના અકેકા શ્વાસ તણે ટોડલે
અષાઢી મોર બની ગહેક્યો,
આજ આઘેરાં થઇ ગ્યાં કાં રાધા ને વાંસળી
એવા તે શું પડ્યા વાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન,
ઘડીકમાં મથુરાના મહેલ
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ,
ઘડીક કુબ્જાની સંગ ગેલ
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
“કૃષ્ણનો જવાબ”
“ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ પર ઓઢીએ
નહીં તો રખાય એને આઘા,
આ સઘળો સંસાર મારા સોળે શણગાર
પણ અંતરનો આતમ એક રાધા…..
હવે પૂછશો મા કોણ
હતી રાધા….. ?”
![]()
Entry Filed under: કવિતા. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
ashalata | November 16, 2006 at 9:32 pm
ANTERNO atam jeni radha ene she
puchay kon hati RADHA?
vah!
2.
UrmiSaagar | November 17, 2006 at 7:08 am
વાહ અમીત, આજે તો તું ખરેખર મેદાન મારી ગયો…
આ કવિતા આજે પહેલી જ વાર વાંચી… પણ જેવી વાંચી એવી જ અંતરમાં અંકાઇ ગઇ… અને તેમાં પણ રાધાના સાત કોઠે રમવાની વાત તો એવી સ્પર્શી ગઇ કે શબ્દો નથી એને વર્ણવવા માટે…
આભાર…
3.
vijayshah | November 17, 2006 at 7:18 pm
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા…..?
પણ અંતરનો આતમ એક રાધા…..
હવે પૂછશો મા કોણ
હતી રાધા….. ?”
vah! shun saras vaat!
4.
…શું રે જ&hellip | November 17, 2006 at 7:28 pm
[...] [...]
5.
Kiritkumar G. Bhakta | November 17, 2006 at 10:27 pm
વાહ અમીત !
કે’વું પડે,તેં મને જવાબ બરોબર આપ્યો.
હજી એક બીજી વાત બાકી રહી ગઈ છે,યાદ છે ને?
6.
Neela Kadakia | November 20, 2006 at 11:19 pm
કૃષ્ણનો સચોટ જવાબ છે
7.
jina | February 22, 2007 at 4:33 pm
Thanks Amit! kyarni y aa rachna shodhati’ti amit! Thanks a lot! ek karykram ma parthiv na modhe sambhlya pachi 4 panktio lakhi lidhi’ti… aje a dayri kadhine aakhi rachna puri kari!!!
thodik panktio mara tarafthi…
kahan tane radha aave chhe kadi yaad?
mathurana mahelo ma gokul ni gopiono kane pahoche che tara saad?
kahan tane radha aave chhe kadi yaad?
odhdhav ne mokline khabaru puchhave, tane thodi y aave na laaj?
parka ne kane shu nand ne jashoda kadi karvana tari fariyad?
kahan tane radha aave chhe kadi yaad?
8.
sagarika | March 22, 2007 at 9:47 pm
my favourite .. ..