Archive for November 27th, 2006

તારા નયનમાં ! – કરસનદાસ માણેક

કરસનદાસ માણેક ( 28-11-1901   ::   18-01-1978 )

જીવનના તુફાનોમાં ભૂલો પડેલો,
હું શોધું છું રસ્તો આ તારા નયનમાં !

નજર નાખું જ્યાં જ્યાં ત્યાં અંધારું ઘેરૂં :
નિહાળું છું પુનમ આ તારા નયનમાં !

છે કંટક ડગેડગ, ગરલ શ્વાસશ્વાસે :
ઝીલું છું હું અમૃત આ તારા નયનમાં !

ભરોસે ડુબેલો હું બેદિલ, તે દેખું
દિલાસાની દુનિયા આ તારા નયનમાં !

છે સંસાર કેરૂં તો નામ જ સમસ્યા,
ઉકેલું છું જેને આ તારા નયનમાં !

હું પંડિતને પૂછું : શું એવું છે વેદે
નથી જે પ્રકટ પૂર્ણ તારા નયનમાં ?

છે સર્જનની માદક ખુમારીના રંગો,
તરંગો પ્રલયના આ તારા નયનમાં !

બધાયે યુગો ને બધી મોસમો છે :
નથી શું, તું કહેને, આ તારા નયનમાં ?

જખમનો મલમ છે, મલમનો ઇલમ છે ;
ઇલમની છે આલમ આ તારા નયનમાં !

જુદાઇની મારી બધી વેદનાઓ
બની મોજ તરતી જો તારા નયનમાં !

3 comments November 27, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…
મંદિર તારું વિશ્વ રૂ… on મંદિર તારું વિશ્વ રૂપાળું …

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ

Meta