Archive for December 3rd, 2006
નાનો ~ મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ.

તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો -
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
2 comments December 3, 2006