સાહ્યબો મારો ગુલાબનો છોડ - રઘુનાથ બ્રહ્મભટ્ટ.
( 13-12-1892 :: 11-07-1983 )

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી ;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.

Add comment December 12, 2006