તને રાધા ગમે કે ગમે મીરાં ? – ઇસુભાઇ ગઢવી.
December 27, 2006 at 8:36 pm 6 comments

કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે કાળજ કરવત મૂક્યાં
એકે પાડ્યા ચીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાં
એકે ઝેર કટોરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
પચરંગી પાનેતર તું વિણ રાધે કદી’ન પહેર્યો ;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી’ન લહેર્યો
એકે ઓઢી શ્યામ ઓઢણી
એક ભગવા લીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણ
ભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરાં બની વેરાગણ
એક નેણની દરદ દીવાની
બીજી શબદ શરીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
હું કોનો છું પૂછો એટલું મળે ક્યાંય જો રાધા…
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા… ?
મારે અંતર રાધા વેણુ વગાડે
ભીતર મીરાં મંજીરા… !
મારે તો મીરાં-રાધા-મીરાં… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… !
Entry filed under: કવિતા. Tags: .
1.
nilam doshi | December 27, 2006 at 9:20 pm
કાના ને યે જવાબ આપવો અઘરો પડી જાય હો! આ પ્રશ્નનો.
ખૂબ સરસ આભાર અને અભિનન્દન,અમિત.
2.
Jayshree | December 28, 2006 at 7:34 am
કઇ ફિલ્મનું એ તો યાદ નથી, પણ આ ગીત યાદ આવી ગયું…. રાધાકા ભી શ્યામ હો તો મીરા કા ભી શ્યામ…!!!
3.
UrmiSaagar | January 4, 2007 at 8:27 am
wow….. very nice geet…. read first time!
enjoyed it very much….
4.
nirav | January 10, 2007 at 3:03 pm
amari sthiti pan kai aavi j chhhe ;;;;;??????????…………..!!!!!!!!!!!!!!!!!!!!!
5.
sagarika | March 22, 2007 at 9:29 pm
મારૂ મનપસંદ ગીત. સરસ….
6.
mansi shah | April 3, 2007 at 2:54 pm
ek radha ek mira…dono ne shyam ko chaha..
antar kya dono ki prit me bolo
ek prem diwani..ek darash diwani…
something like this…isnt’it?