હિના – બાલમુકુન્દ દવે. Balmukund Dave.
January 1, 2007
ચિત્ર : શશીકાન્ત મહેતા.

પે’લવે’લી તને જોઇ મેં જ્યારે
આંખડી આંખમાં પ્રોઇને ત્યારે,
અલકલટેથી ખાઇ હિંડોળો
નેન જડ્યાં પગને પગથારે !
એમ તો તારાં નેણ બિલોરી
વેણથી યે વધુ બોલકાં, ગોરી !
લોપતી તારા લાખ મલાજા
કંચવાની ઓલી રેશમી દોરી !
સુન્દરી ! તારી દેહની દેરીએ
રોમરોમે જલે રૂપના દીવા ;
તો ય ઢળ્યાં જઇ લોચન પાનીએ
રૂપશમાની રોશની પીવા !
એવી દીઠી તારી પાનીએ હિના :
એ જ કાશી, મારું એ જ મદીના !
![]()
Entry Filed under: કવિતા. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Jayshree | January 1, 2007 at 10:34 pm
Excellent combination of Poem and Picture…!!
2.
Neela Kadakia | January 2, 2007 at 2:30 pm
આપકે પાઁવ જઁમી પે મત રખ્ખો
મૈલે હો જાયેંગે
3.
વિવેક | January 2, 2007 at 6:43 pm
અલકલટ, પગથારે,
કંચવા, બિલોરી, મલાજા…. ગુજરાતી નારીના સૌંદર્યને વાચા આપતી આ ભાષા જ જાણે આજે વિસરાય ગઈ છે… સુંદર ભાવકાવ્ય…