વર્ષો પછી - પન્ના નાયક. Panna naik.
January 9, 2007

કેટકેટલાં વર્ષો પછી
મારે બારણે તારો પત્ર…..
દ્વાર ટકોર્યું
પત્ર લીધો
ખોલ્યો
અક્ષરો ઝંઝા થઇને ઊમટ્યા
ઊકલી નહીં એ લિપિ
ઝાંખી શાહી
- વહ્યા સમયની વાણી વહી રહી ચૂપચાપ
કેટકેટલાં વર્ષો પછી
આંખ ઉકેલે આંસુ.
Entry Filed under: કવિતા. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Neela Kadakia | January 12, 2007 at 9:49 pm
કેટકેટલા વર્ષો સુધી
આંખે ઝીલી રાખ્યા અશ્રુ????????????