તેં - કરસનદાસ લુહાર.
January 18, 2007

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે !
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે !
આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો ;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે !
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે !
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં ;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે !
મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે !
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે !
![]()
Entry Filed under: કવિતા. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિવેક | January 18, 2007 at 5:55 pm
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે !
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં ;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે !
-ઉમદા વાત… સરસ કૃતિ લઈને આવો છો આપ દરવખતે… સારી કૃતિની પસંદગી એ સારા વાંચનની સાબિતી છે… અભિનંદન, અમિતભાઈ!
2.
ઊર્મિસાગર | January 18, 2007 at 11:16 pm
અમિત, પહેલી પંક્તિમાં જે ‘પાંદ’ શબ્દ છે એ ખરેખર ‘પાંદડા’ છે કે ‘પાન’??
સાચે જ…. ખુબ જ સુંદર રચના છે! આભાર…
3.
Amit pisavadiya | January 19, 2007 at 9:13 am
ઊર્મિબહેન , પહેલી પંક્તિમાં ‘પાંદ’ શબ્દ છે… પાંદ એટલે પાંદડુ.
4.
ધવલ | January 19, 2007 at 9:25 am
બહુ મઝાની ગઝલ… નામ ન લખ્યું હોય તો હું અવશ્ય થાપ ખાય ગયો હોત ને કહેત કે રમેશ પારેખની રચના છે ! ખાસ કરીને છેલ્લા બે શેર.