યાદ – આહમદ મકરાણી.
January 30, 2007

મેં મને મૂકી દીધો છે દાવમાં ;
ને ઉમેરી જોઉં મીઠું ઘાવમાં.
માગવાનું એમણે જ્યારે કહ્યું -
વેદના માગી હતી સરપાવમાં.
ના બદલ્યો હું, ન મારી આ દશા ;
ફેર જોયો કોઇના વર્તાવમાં.
કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.
યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઇ દરિયો નાવમાં.
![]()
Entry Filed under: ગઝલ. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિવેક | January 30, 2007 at 5:14 pm
માગવાનું એમણે જ્યારે કહ્યું -
વેદના માગી હતી સરપાવમાં.
સુંદર ગઝલ… કવિ જ વેદના માંગી શકે…
2.
Jayshree | January 31, 2007 at 6:17 am
માગવાનું એમણે જ્યારે કહ્યું -
વેદના માગી હતી સરપાવમાં.
કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.
સરસ…
3.
ઊર્મિસાગર | January 31, 2007 at 10:15 pm
માગવાનું એમણે જ્યારે કહ્યું -
વેદના માગી હતી સરપાવમાં
આ વાંચીને મહાભારતના કુંતામાતાની યાદ આવી ગઇ… જેણે કૃષ્ણ પાસે વચનમાં ફક્ત દુ:ખ જ માંગ્યું હતું!!
સુંદર ગઝલ!