ફાગણ – રત્નો.

માર્ચ 4, 2007

ફાગણ આવ્યો કે સખી, કેશુ ફૂલ્યાં રસાળ ;
હ્રદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ ;
અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.

વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ ;
કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.

અબીલ ગુલાલ ઊડે ઘણાં, વાગે તાલ મૃદંગ ;
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.

તરુવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસૂડાં વન ;
અમો અબળાને એ ઘટ્યું, મરવું મુંઝાઇ મન.

વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તણો રે વિજોગ ;
રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.

#  હોળી ના રંગીન પર્વ પર સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…

Entry Filed under: કવિતા. .

6 Comments Add your own

  • 1. Neela Kadakia  |  માર્ચ 5, 2007 at 8:47 am

    તમને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

    Reply
  • 2. vishwadeep  |  માર્ચ 5, 2007 at 6:23 pm

    સરસ રચના !!

    Reply
  • 3. ફાગણ… ક&hellip  |  માર્ચ 6, 2007 at 9:17 pm

    [...] ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ; હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ. (રત્નો) [...]

    Reply
  • 4. Suresh Jani  |  માર્ચ 7, 2007 at 3:09 am

    કવિ પરિચય –
    http://sureshbjani.wordpress.com/2006/10/24/ratno/

    Reply
  • 5. sanjay jetpariya  |  માર્ચ 10, 2007 at 10:02 am

    good better best !

    Reply
  • 6. nishad  |  માર્ચ 10, 2007 at 9:37 pm

    photo khub saras

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

manvant patel on સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ…
પંચમ શુક્લ on ઝલક :: સુરેશ દલાલ.
પંચમ શુક્લ on સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ…
sudhir patel on સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ…
sudhir patel on રમેશ :: રમેશ પારેખ.

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

માર્ચ 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta