ગુલાલ રાખે છે - આશ્ર્લેષ ત્રિવેદી.

March 6, 2007

તુંય હિંમત કમાલ રાખે છે,
સૂર્ય સામે મશાલ રાખે છે.

છત બધાંને તેં એક આપી છે,
કેમ વચ્ચે દીવાલ રાખે છે !

એ અહીં આવે તો ખરાને દોસ્ત !
એ બધાંની ટપાલ રાખે છે.

મૌન યા શબ્દ કે હો આંસુ પણ,
એ ઇબાદત બહાલ રાખે છે.

શક્ય છે એ મને નહીં ભૂલે !
ગાંઠ બાંધી રૂમાલ રાખે છે.

રંગી દેશે તને ગઝલ એની,
કાફિયામાં ગુલાલ રાખે છે !

Entry Filed under: ગઝલ. .

6 Comments Add your own

  • 1. વિવેક  |  March 7, 2007 at 11:37 am

    છત બધાંને તેં એક આપી છે,
    કેમ વચ્ચે દીવાલ રાખે છે !

    -અદભુત વાત !

  • 2. હરીશ દવે  |  March 8, 2007 at 7:56 am

    નવી તાજગીથી સભર ગુજરાતી કવિઓ આશાસ્પદ જણાય છે. અમિતભાઈ! સરસ રચનાઓ પસંદ કરતા રહેશો … …. હરીશ દવે અમદાવાદ

  • 3. nishad  |  March 10, 2007 at 9:00 pm

    first sher is KABI-A-DAD

  • 4. nilam doshi  |  March 11, 2007 at 3:39 pm

    સૂર્ય સામે મશાલ રાખે છે…

    એ તો કવિ જ રાખી શકે.બાકી કોઇની મજાલ નહીં.

  • 5. shivshiva  |  March 13, 2007 at 4:00 pm

    સુંદર રચના

  • 6. કસુંબલ રંગનો વૈભવ  |  March 18, 2007 at 4:25 pm

    sarsa gazal
    તુંય હિંમત કમાલ રાખે છે,
    સૂર્ય સામે મશાલ રાખે છે.

    છત બધાંને તેં એક આપી છે,
    કેમ વચ્ચે દીવાલ રાખે છે !

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta