રેત પર કોને - મનોજ ખંડેરિયા.
March 18, 2007

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.
કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.
મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.
હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.
મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.
જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.
Entry Filed under: કવિતા. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિવેક | March 19, 2007 at 11:26 am
સુંદર ગઝલ…
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને?
-વાહ!
2.
chetu | March 19, 2007 at 3:04 pm
very nice words..!
3.
વિશ્વદીપ બારડ | March 19, 2007 at 4:51 pm
લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
ગઝલ વાંચવાની મજા પડી ગઈ..૨૦૦૪માં ભારતની મુલાકાત દરમ્યાન જુનાગઢ ગયેલ અને સ્વ.મનોજભાઈની પત્ની પૂણ્રિમાબેન ને મળવાની અમૂલ્ય તક મળેલ .. મનોજભાઈના સ્મરણૉ તાજા થયેલ..
4.
shivshiva | March 21, 2007 at 5:19 pm
સુંદર શબ્દો સાથે સુંદર ચિત્ર
5.
sagarika | March 22, 2007 at 10:42 am
nice gazal, i also like photograf. nice photo
6.
nilam doshi | March 22, 2007 at 8:00 pm
બે ઘડી આ ગઝલ ગમી તો બસ..ખૂબ સુન્દર
7.
રેત પર કો&hellip | April 10, 2007 at 12:12 pm
[...] રેત પર કોને - મનોજ ખંડેરિયા. « અમીઝરણું… રેત પર કોને - મનોજ ખંડેરિયા. « અમીઝરણું… [...]
8.
જાગૃતિ વાલાણી | April 25, 2007 at 3:11 pm
સુંદર ગઝલ સાથે સુંદર ચિત્ર