પાગલ થઇ ગઇ – પન્ના નાયક.
March 28, 2007

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં ;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
Entry Filed under: કવિતા. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિશ્વદીપ બારડ | March 28, 2007 at 5:08 pm
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
dundar… Geet !!
2.
Gira Vyas | March 29, 2007 at 9:07 pm
I like this “KAVITA” too much. A girl feels just like in the poem when she is in love with someone.
You R doing a great job.
Keep it up.
3.
વિવેક | March 30, 2007 at 11:46 am
આજકાલ તમારા બ્લોગ પર સુકન્યાઓની તસ્વીરો વધતી જાય છે, દોસ્ત! આ ધુમાડો શેનો છે? આગ ક્યાં લાગી છે, કહેશો કે?
- ખેર! આ તો આડવાત થઈ… ગીત ગમ્યું…. આભાર!
4.
ઊર્મિસાગર | March 30, 2007 at 10:49 pm
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ… વાહ, સુંદર ગીત!
પન્ના નાયક એટલે પન્ના નાયક એટલે પન્ના નાયક…!!
વિવેક, અત્યારે તો અમિતની નવી દુકાનનાં એકાદ ટાયરમાં જ આગ લાગી હશે ! સાચ્ચું કે ખોટ્ટું, અમિત?
5.
કસુંબલ રંગનો વૈભવ | April 1, 2007 at 6:12 pm
exellent job amit bhai ……sundar chitra sathe panna nayaknu geet vadhare jivant lagyu…….
6.
chetu | April 3, 2007 at 2:14 pm
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;…!
અરે..!અમિતભાઈ..,હુ ત્યાં આવી ત્યારે મને તો આ છાની લાગણી વિષે જરા કહ્યુ હોત તો..!!ત્યારે જ કંકોત્રી બનાવી ને મોક્લાઇ જાત ને..?
7.
chetu | April 3, 2007 at 2:21 pm
અરે..!અમિતભાઈ..,હુ ત્યાં આવી ત્યારે મને તો આ છાની લાગણી વિષે જરા કહ્યુ હોત તો..!!ત્યારે જ કંકોત્રી બનાવી ને મોક્લાઇ જાત ને..?..હવે ‘જાન’માં મહાલવા નો લ્હાવો ક્યારે આપો છો?
8.
pravinash1 | April 5, 2007 at 7:17 pm
હું તો તારી પ્રિતમાં પાગલ થઈ ગઈ
જલ મટીને ગગને બાદલ થઈ ગઈ