સૈયર, શું કરિયેં ? - અનિલા જોષી.

May 3, 2007

કોયલ ટહુકે સવારના
            ને સાંજે કનડે યાદ
                        સૈયર, શું કરિયેં ?

આંખોમાં છે ફાગણિયો
            ને પાંપણમાં વરસાદ
                        સૈયર, શું કરિયેં ?

ઊંઘમાં જાગે ઉજાગરો
            ને સમણાંની સોગાદ
                        સૈયર, શું કરિયેં ?

મૂંગામંતર હોઠ તો મારા
            ને હૈયું પાડે સાદ
                        સૈયર, શું કરિયેં ?

પિયર લાગે પારકું
            કે સાસરિયાંનો સ્વાદ
                        સૈયર, શું કરિયેં ?

પગમાં હીરનો દોર વીંટાયો
            ને ઝરણાંનો કલનાદ
                        સૈયર, શું કરિયેં ?

તનમાં તરણેતરનો મેળો
            ને મનમાં છે મરજાદ
                        સૈયર, શું કરિયેં ?

Entry Filed under: કવિતા. .

9 Comments Add your own

  • 1. વિવેક  |  May 5, 2007 at 11:09 am

    સવારે કોયલ અને સાંજે યાદ… તનમાં તરણેતર ને મનમાં પરણેતર… વાહ! સુંદર ગીત !

  • 2. nilam doshi  |  May 6, 2007 at 8:10 am

    અમિત મળયા પછી પિયર તો પૂર્વી ને ય પારકુ જ લાગવાનું ને?

    મારું અતિ પ્રિય કાવ્ય

  • 3. naraj  |  May 9, 2007 at 8:14 pm

    તનમાં તરણેતરનો મેળો
    ને મનમાં છે મરજાદ
    સૈયર, શું કરિયેં ?

    પિયર લાગે પારકું
    કે સાસરિયાંનો સ્વાદ
    સૈયર, શું કરિયેં ?

    exellent ……..thanx

  • 4. બાબુ કટારા  |  May 9, 2007 at 10:10 pm

    ભાઈઓ અને બહેનો, તમારામાં થી કોઈને કેનેડા આવવાની ઇચ્છા હોય તો મારો સંપર્ક કરો - babukabootar@yahoo.com. આવજો!

  • 5. pravinash1  |  May 10, 2007 at 10:32 pm

    પિયુના પાંખમાં છુપાયો
    દુનિયાનો આસ્વાદ
    સૈયર શું કરીએ

  • 6. shivshiva  |  May 16, 2007 at 10:49 am

    અરે બાપલા !

    તુ ત્યાં અને હું અહીંયા
    સૈયર શું રે કરીયે

    કહી દો વડલાને
    જ્લ્દી પૈણાવો
    સૈયર શું રે કરીયે

  • 7. વિશ્વદીપ બારડ  |  May 17, 2007 at 6:39 pm

    કોયલ ટહુકે સવારના
    ને સાંજે કનડે યાદ
    સૈયર, શું કરિયેં ?

    Sundar Geet!! ( like a lok-geet)

  • 8. Jugalkishor  |  June 8, 2007 at 7:19 pm

    આનું નામ ગીત !
    આનું નામ લોકગીત !!
    આને કહીશું લય અને ભાવનો સંઘેડાઉતાર કસબ.
    અને બળવત્તર અભીવ્યક્તી !
    અતી સુંદર પસંદગી; પૂર્વીબેનને ભેટ આપજો, ભઈલા !!
    દોસ્ત, ઉપલેટા ભુલવાડી દીયે એવી વાતું લાઈવો ને કાંય્ !

  • 9. M.G. Raval  |  September 29, 2007 at 11:29 pm

    Munga
    mantar hoth to mara
    Ne Haiu pade sad
    Sahiyar Shu Kahiye…. Vah. Vah
    Khub Sunder geet.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

May 2007
M T W T F S S
« Apr   Jun »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta