કોઇ પ્રીત કરી તો જાણે ! - મહેન્દ્ર વ્યાસ ‘અચલ’
May 21, 2007
સાભાર : કિશોરભાઇ રાવળ
કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! કોઇ…
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી ;
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! કોઇ…
દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતાં રે’વું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! કોઇ…
મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે !…
કોઇ પ્રીત કરી તો જાણે !
Entry Filed under: કવિતા. .
13 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
jayshree | May 21, 2007 at 8:56 pm
લગભગ વર્ષ પહેલા મોરપિચ્છ પર મુકેલું ગીત આજે ફરીથી વાંચવાની મજા આવી.
2.
shivshiva | May 22, 2007 at 9:19 am
જો મૈં એસા જાનતી પ્રીત કીએ દુઃખ હોય
કાંઈ આવી જ હાલત થઈ ગઈ છે ભાઈ અમીત તમારી.
3.
pravinash1 | May 23, 2007 at 7:41 pm
પ્રિત કરે ને આહ ના ભરે
એ દર્દ રહે ના અજાણ્યું
અ જિવન છે ઘડી બે ઘડી
બસ પ્રિત કરીને માણ્યું
4.
પ્રતીક નાયક | May 24, 2007 at 11:15 am
"કોઇ પ્રીત કરી તો જાણે !"... સાચી વાત છે...કે કોઇ પ્રીત કરી તો જાણે
5.
Miheer shah | May 25, 2007 at 10:41 am
આ ગ ઝલ મે હમણા આક્રુતિ આલ્બમ મા
મન હર ઉદાસ ના આવી છે…
6.
naraj | May 26, 2007 at 9:48 am
gana divas pachi vanchava mali
7.
mrugesh | May 31, 2007 at 9:56 pm
અમિતભાઈ અત્યારે તો તમને આવું બધું થશે. ગભરાવું નહિ. થોડા સમય પછી સારું થઈ જશે હોં !!
8.
diltoota | June 10, 2007 at 5:06 am
વાહ ! શુઁ વાત કરી. ખરેખર પ્રીત કર્યા પછી શુ થાઈ છે તે ઓહ !!!!!!
9.
Gira | June 16, 2007 at 1:49 pm
sorry i can’t write in gujarati but i want to share this.
Chhichhra nirma hoy shu navu?
Tarava to majdhare javu,
Aur ganama hoy shu gavu?
Geet gavu to PREET nu gavu.
10.
D.G.Chaudhari | July 13, 2007 at 12:17 pm
Preet karvee e kachapochano marg nathee. Minbatti banvu pade.
11.
D.G.Chaudhari | July 13, 2007 at 12:18 pm
Love is not a game but it is a task to sacrifice
12.
chetu | July 30, 2007 at 11:06 am
પ્રેમ ના કરી ને જિવવા કરતા,પ્રેમ કરી ને મરવુ બહેતર છે..!
13.
shaill2vaghela | February 27, 2008 at 3:08 pm
this isn a nice poiat thank you