Archive for October, 2008

નૂતન વર્ષાભિનંદન

સર્વે મિત્રોને…

દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ…

નૂતન વર્ષાભિનંદન…

સાલ મુબારક…

 

અમિત પિસાવાડિયા…

4 comments October 28, 2008

શ્રી ભગવતસિંહજી…




શ્રી ભગવતસિંહજીની જન્મતિથિ નિમિતે…
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત ::

ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,

નંદનવન અણમોલ -

વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,

ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.

સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,

નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.

કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,

કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.

રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,

પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.

 

શ્રી ભગવતસિંહજી (ગોંડલબાપુ) ના પરિચય માટે અહીં ક્લીક કરો…

5 comments October 24, 2008

ગઝલ :: હઝલ !

ગઝલ                                                                  હઝલ !
શ્રી અમૃત ઘાયલ.                                             શ્રી નિર્મિશ ઠાકર.

એ ઘડી પણ એક વખત આવી હતી,                   ખોલવા તાળું ન એ ફાવી હતી,
સુખની મારા હાથમાં ચાવી હતી.                          સુખની મારા હાથમાં ચાવી હતી !

કોઇની સમજાવી એ સમજી નહીં,                          એ કશું સમજ્યો ન’તો ને એ છતાં -
આંખને એણે ય સમજાવી હતી.                            આંખને એણે ય સમજાવી હતી !

આમ તો મારગ બહુ સીધો હતો,                           માત્ર ફેરા લાખચોરાશી ફરી -
જિન્દગીને ઠોકરો ખાવી હતી.                                જિન્દગી ને ઠોકરો ખાવી હતી !

નીરખી રણ પાણી પાણી થઇ ગયા,                      નીરખી રણ પાણી પાણી થઇ ગયાં,
રામ જાણે શું ઘટા લાવી હતી !                             ન્હેર નકશામાં જ લંબાવી હતી !

આટલી ઝાંખી હશે ન્હોતી ખબર,                           આગિયાએ સૂર્ય પર ફેંકી, પછી -
રોશનીને મેં ય બિરદાવી હતી.                              રોશનીને મેંય બિરદાવી હતી !

આમ અંતરિયાળ છોડી ક્યાં ગયા                          હાસ્યપ્રેરક કાવ્ય છે, હું તો નથી !
દોસ્તો, કૈં તો દયા ખાવી હતી.                               દોસ્તો કૈં તો દયા ખાવી હતી !

મ્હેરબાની એમની કે સાંભળી,                                 કેમ બેસાડ્યો ગળું ઝાલી મને ?
મારે પણ ‘ઘાયલ’ ગઝલ ગાવી હતી.                    મારે પણ ‘નિર્મિશ’ હઝલ ગાવી હતી !

11 comments October 12, 2008

નવરાત્રી


શક્તિનુ પર્વ
એટલે નોરતા ( નવરાત્રી ) …

અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…


એ હાલો … રાસ-ગરબા ની રમઝટ માંણીએ…

Click here…

 

 

4 comments October 1, 2008


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…
મંદિર તારું વિશ્વ રૂ… on મંદિર તારું વિશ્વ રૂપાળું …

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ

Meta