વંદન :: આદિલ મન્સૂરી

November 16, 2008

aadilsaheb11

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.

draw1

આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.

મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.

ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.

ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.

દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.

એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.

aadilsaheb2

Entry Filed under: ગઝલ. .

8 Comments Add your own

  • 1. chetu  |  November 16, 2008 at 9:01 pm

    શ્રીઆદિલજી ની ખોટ કયારેય પૂરી નહી શકાય ..!

    Reply
  • 2. ડૉ.મહેશ રાવલ  |  November 16, 2008 at 10:01 pm

    અમિતભાઈ!
    આદિલસાહેબની સુંદર રચનાઓ વડે એમને યાદ કરવા સિવાય કંઈજ ન થઈ શકે આપણાથી….
    ઈશ્વર પણ ટકોરા મારી મારીને સારા કવિઓની મહેફિલ સજાવી રહ્યો છે સ્વર્ગમાં……જુઓને!
    મારા ખાસ્સા અંગતકવિઓને ઉઠાવી રહ્યો છે….મારી પાસેથી,
    અમૃત ઘાયલ,રુસ્વાસાહેબ,મનોજ ખંડેરિયા,રમેશ પારેખ,આદિલ મન્સૂરી……આ બધાએ પ્રસંગોપાત ઘણો સમય વિતાવ્યો છે મારી સાથે…
    મારી ગઝલો પર,આજેય એમના સહવાસની અસર રહી છે-પણ શું કરી શકીએ?

    Reply
  • 3. Pinki  |  November 17, 2008 at 10:30 am

    may his soul rest in peace !!

    sundar bhavanjali !!

    Reply
  • 4. manvantpatel  |  November 23, 2008 at 4:47 am

    ASSALAM VALEIKUM ! ADILJI ! AAPKI ROOHKO !

    Reply
  • 5. manvantpatel  |  November 23, 2008 at 5:12 am

    AMITBHAI !
    PLEASE BUY AND SEND ME THE BOOK:
    BHAGVAD -GUNBHANDAR BY SHREE RAMESH JOSHI
    FROM: PRAVIN PUSTAK BHANDAR RAJKOT..THANKS.

    Reply
  • 6. dipankar naik  |  November 23, 2008 at 6:12 pm

    વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
    ‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.

    remarkably touching.may his soul rest in peace.

    Reply
  • 7. Ajit Desai  |  November 24, 2008 at 11:15 pm

    adil adhure nahi,
    adil purna he

    Reply
  • 8. Dilip Gajjar  |  January 26, 2009 at 3:06 am

    Ati dur jaine y aadil male chhe
    ati paas aavine aadil male chhe
    dilip gajjar

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

RAGESH H. GAJJAR on એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું…
ajitsinh zala,naraya… on Gujarati blog world
sudhir patel on ગિરનાર :: ઉર્વીશ વસાવડા…
vijay rohit on Gujarati blog world
vikram on કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

મહિનાવાર ટપાલ

Meta