બીજું શું ? :: ખલીલ ધનતેજવી
March 1, 2009 at 8:32 pm 3 comments

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?
માફ કરો, અંગૂઠો મારો નહિં આપું,
મારું માથુ કાપી લેજો બીજું શું ?
વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?
પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?
આજે અમને દાદ ન આપો કાંઇ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું ?

1.
BHARAT SHAH | March 26, 2009 at 1:26 pm
The poetry is really verygood.
2.
'ISHQ'PALANPURI | March 31, 2009 at 6:59 pm
સુંદરતાના પર્યાય સમી આપની આ ગઝલ ખૂબ ગમી
એથી જ તો કહેવું પડે છે કે
હદયપૂર્વક વખાણી લીધી બીજું શું
મનભરી ને માણી લીધી બીજું શું
3.
Rekha patel | August 28, 2012 at 7:05 am
ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
Waah very nice blog.