જય શ્રી કૃષ્ણ…
August 14, 2009

મીરાં
પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની રે.
જળ જમુનાનાં ભરવા ગ્યા’તાં, હતી ગાગર માથે હેમની રે.
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.

ગોકુલ વહેલા પધારજો – નરસિંહ મહેતા
ગોકુલ વહેલા પધારજો રે ;
મથુરા જાવ તો મારા સમ હો લાલ. ગોકુલ…
રથ જોડીને અક્રૂર આવિયા રે ;
એ તો મને દુખડાંના દેનાર હો લાલ. ગોકુલ…
ઓ જાય, ઓ જાય, રથ મારા નાથનો રે ;
માંહે બેઠા હળધર વીર હો લાલ. ગોકુલ…
આગળ રાધાજી ઊભાં રહ્યાં રે ;
માર હ્રદિયા પર રથ ખેડ હો લાલ. ગોકુલ…
મહેતા નરસિંહનો સ્વામી શામળો રે ;
વહાલે મારે રમાડ્યા છે રાસ હો લાલ. ગોકુલ…

શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ…
જય શ્રી કૃષ્ણ…
Entry Filed under: કવિતા, ભજન - આરતી. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
shivshiva | August 14, 2009 at 3:58 pm
Both bhajans are very popular and very good. I like them all.
2.
Pinki | August 14, 2009 at 5:02 pm
saras … maja avi !
જય શ્રી કૃષ્ણ.
3.
ઊર્મિ | August 18, 2009 at 3:22 am
જન્માષ્ટમીની મોડી મોડી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
બહુ વખતે દેખા દીધી નાનકાજી… તારે કમ સે કમ અઠવાડિયે એકવાર તો અહીં હાજરી પુરાવી જ જવી જોઈએ હોં અમિત…
4.
Pushtivaishnav | August 18, 2009 at 8:26 am
great one thanks for that post.